Gujarati News

#

10 Dec: ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ સેન્સેક્સ 205 પોઈન્ટ વધ્યો

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ માર્કેટ ખુલતાની સાથે જ તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી આવી હતી. અને મંદીવાળા ઓપરેટરોને વેચાણો કાપવાની ફરજ પડી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 205.49(0.62 ટકા) ઉછળી 33,455.79 બંધ રહ્યો હતો, તેમજ નિફટી ઈન્ડેક્સ 56.60(0.55 ટકા) વધી 10,322.25 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટ […]
#

10 Dec: રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા, માતાનાં અનુગામી બન્યા

નવી દિલ્હી – રાહુલ ગાંધી આજે કોંગ્રેસ પક્ષના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ એમના માતા સોનિયા ગાંધીનાં અનુગામી બન્યા છે. 47 વર્ષીય રાહુલ પક્ષનું પ્રમુખપદ આવતી 16 ડિસેમ્બરે વિધિવત્ત રીતે સંભાળશે. સોનિયા ગાંધીએ 1998થી 19 વર્ષ સુધી પક્ષનું પ્રમુખપદ સંભાળ્યું હતું. રાહુલ ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એમની ઉમેદવારીને પક્ષમાંથી બીજા કોઈ પણ […]
#

10 Dec: અર્થશાસ્ત્રીઓ સાથે પ્રિબજેટ બેઠક

નવી દિલ્હીમાં નાણાંપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં પ્રિબજેટ બેઠક મળી હતી. જેમાં નાણાં સચિવ હસમુખ અઢિયા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ જ નાણાંપ્રધાને અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા માટે દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરીને તેમના સૂચનો મેળવ્યાં હતાં.
#

10 Dec: હાર્દિકની મહારેલીએ પશ્વિમ અમદાવાદ ઘમરોળ્યું

અમદાવાદ– પટેલ અનામતની માગણી સાથે શરુ થયેલું આંદોલન હવે રાજકીય રંગ લેતું જાય છે. હાર્દિક પટેલ ગુજરાતની વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પટેલોને મતદાન કરવા પ્રેરી રહ્યો છે. હાર્દિક પટેલની સભાઓ અને રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે. પ્રસ્તુત તસવીરો અમદાવાદમાં નીકળેલી હાર્દિક પટેલ અને એના સમર્થકોની રેલીની છે. શહેરના ઘુમા વિસ્તારમાંથી નીકળેલી વિશાળ […]
#

10 Dec: પનીર ક્રિસ્પી વિથ આલુ ભૂજિયા સેવ

નાનાં મોટા સહુને ભાવે એવા પનીર ક્રિસ્પી વિથ આલુ ભૂજિયા સેવ પનીરના એક-એકના ઈંચ ટુકડા કરો. ત્યારબાદ કોર્ન ફ્લોર (મકાઈનો લોટ)માં મસાલો (મરચું-મીઠું વગેરે) નાખીને ખીરું તૈયાર કરો, એમાં પનીરના ટુકડા બોળીને, થોડી ક્રશ કરેલી રેડીમેડ આલૂ ભૂજિયા સેવમાં રગદોળીને તેલમાં તળી લો. લો ઝટપટ તૈયાર છે અવનવું હોમમેડ સ્ટાર્ટર
#

10 Dec: ૧૮૨ બેઠકોમાંથી ૬૦ બેઠકો ઉપર આદિવાસી સમાજનું પ્રભુત્વ

ગાંધીનગર– ગુજરાતમાં વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી હોય આમાં ત્રણ ચાર મુખ્ય જ્ઞાતિના મતદારો મહત્વની ભૂમિકામાં હોય છે. જેમાં ખાસ કરીને પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ, મુસ્લિમ, દલિત અને આદિવાસી વિસ્તારના મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યમાં પંચમહાલ, સાબરકાંઠાના આદિવાસી મત વિસ્તાર તરફ એક નજર કરીએ તો આદિવાસી મતદારોની અંદાજે ૮૦થી ૮૫ લાખની વસ્તી છે. આ મતો પણ […]
#

09 Dec: મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ, પિયા કા ઘર પ્યારા લગે…

જ્યારે એક કન્યા અને વર લગ્નસંબંધથી જોડાય છે ત્યારે માત્ર એ બંનેના જ નહી પરંતુ બંને પરિવારના સંબંધો પણ જોડાય છે. બંને પક્ષે કુટુંબનું સમીકરણ જ બદલાઇ જાય છે. લગ્ન પછી લગ્ન કરનાર છોકરાની માતા સાસુ બની જાય છે. અને એક માતાની છોકરી બીજા કુટુંબમાં આવે છે ત્યારે એ વહુ બની જાય છે. એક માબાપ […]